સુરેન્દ્રનગરમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે શોભાયાત્રા યોજાઇ... - જન્માષ્ટમી
🎬 Watch Now: Feature Video

સુરેન્દ્રનગર: વિશ્વ હિન્દુ પરિષદ તેમજ વિવિધ સંસ્થાઓના નેજા હેઠળ સુરેન્દ્રનગરમાં કૃષ્ણ જન્મોત્સવને વધાવવા શોભાયાત્રા યોજાઇ હતી . શોભાયાત્રાનું શહેરની દ્વારકાધીશજીની હવેલી ખાતેથી અધ્યક્ષ આઈ કે જાડેજા, ધારાસભ્ય ધનજીભાઇ પટેલે હવેલીમાં દર્શન કરીને શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ડીએસપી મહેન્દ્ર બગડીયા, તેમજ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જયેશ શુકલ અને વિહિપ, બજરંગદળ વગેરેના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોએ ગળામાં કેસરી ખેસ ધારણ કરી ધજા પતાકા લહેરાવી વાજતે ગાજતે જન્માષ્ટમી શોભાયાત્રાનું હવેલી ખાતેથી પ્રસ્થાન કરવામાં આવતા હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકીના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠયું હતું. આ પ્રસંગે ઉપાધ્યક્ષ આઈ કે જાડેજાએ જન્માષ્ટમી પર્વની લોકોને શુભેચ્છા પાઠવી હતી.