શ્રીકૃષ્ણની કર્મભૂમી દ્વારકામાં જન્માષ્ટમીની ધુમધામથી ઊજવણી કરાઈ
🎬 Watch Now: Feature Video
દેવભૂમી દ્વારકાઃ ભગવાન દ્વારકાધીશ જે કુળમાંથી જન્મ લીધો તે યાદવોએ યાત્રાધામ દ્વારકામાં આજે હજારોની સંખ્યામાં શોભાયાત્રા કાઢી અને દ્વારકાધીશનું પ્રદર્શન કર્યું હતું. તેમજ દ્વારકા શહેરના અનેક વિસ્તારોમાં મટકી ફોડનો કાર્યક્રમ ઉજવાયો હતો. ભગવાને મથુરામાં જન્મ લીધો હતો, પરંતુ દ્વારકાને પોતાની કર્મભૂમી બનાવી હતી. તેથી દ્વારકા વિસ્તારના યાદવો ભગવાન દ્વારકાધીશનો જન્મોત્સવ ધુમધામથી મનાવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર આ રથનું સ્વાગત કર્યું હતું.