thumbnail

જો આવી રીતે કાપી કેક તો પકડવા પડશે કાન.., જન્મ દિવસની ઉજવણીમાં ભાન ભૂલ્યો હતો યુવાન

By ETV Bharat Gujarati Team

Published : 3 hours ago

વડોદરા: શહેરના પશ્ચિમમાં આવેલ ગદાપુરા વિસ્તારમાં રહેતો વિશાલ જાદવે એક વિડિયો બનાવ્યો હતો. આ વિડીયોમાં તે તેના મિત્રો સાથે જન્મ દિવસની ઉજવણી કરી રહ્યો હતો. જેમાં તેઓ ઉજવણીમાં ભાન ભૂલીને ફટાકડા દોડતા હતા. આ ઉપરાંત તેણે કાર પર બેસી એક હાથમાં હથિયાર અને બીજા હાથમાં વિદેશી દારૂની બોટલ સાથે વિડિયો બનાવ્યો હતો. આમ, યુવાનને જાણે કાયદાનો ડર ન હોય તેવો વિડિયો તેણે બનાવ્યો અને સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ થઈ ગયો. સમગ્ર ઘટના તેમજ વાઇરલ વિડીયોની જાણ થતાં અકોટા પોલીસ એક્શનમાં આવી હતી અને  ભાન ભૂલેલા યુવાનની અટકાયત કરી હતી. અને તે ફરી ક્યારેય આવી હરકત ન કરે તેવો વિશાલ જાદવને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.