આણંદમાં જનતા કરફ્યૂને મળ્યું પૂર્ણ સમર્થન - જનતા કરફ્યુ
🎬 Watch Now: Feature Video
આણંદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના વાઇરસના ચેપને અટકાવવા માટે જનતા કરફ્યૂનું આહવાન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વ આ વાઇરસના ઝપેટમાં આવી ચૂક્યું છે, ત્યારે શ્વેત નગરી તરીકે પ્રખ્યાત આણંદ શહેરે કરફ્યૂને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. આણંદ શહેરમાં મહત્તમ બજારો અને દુકાનો બંધ રહ્યા હતા. નાગરિકોએ બીમારીની ગંભીરતા સમજી કામ વગર બહાર જવાનું ટાળ્યું હતું.