મહીસાગર જિલ્લામાં જનતા કરફ્યૂને પ્રચંડ સમર્થન મળ્યું - news in Mahisagar
🎬 Watch Now: Feature Video
મહીસાગર : કોરોના વાઇરસની મહામારી વધુ ફેલાય નહીં અને આ મહામારીને અટકાવવા માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર સતત પગલાં ભરી રહી છે, ત્યારે વડાપ્રધાન દ્વારા સમગ્ર દેશમાં સવારે 7 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી જનતા કરફ્યૂ માટે આહવાન કરવામાં આવ્યું છે. જેથી કોરોના વાઇરસને ફેલાતો અટકાવી શકાય અને વડાપ્રધાન દ્વારા કરવામા આવેલ આહવાનને સમગ્ર ગુજરાત અને મહીસાગર જિલ્લામાં પ્રચંડ સમર્થન મળ્યું છે. જિલ્લામાં સવારથી દવાની દુકાન સિવાય તમામ દુકાનો સજ્જડ બંધ છે.