જામનગરમાં હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે શાકભાજી વેચાણ શરૂ - કોરોના વાયરસ સલામતી
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6539227-1076-6539227-1585134110751.jpg)
જામનગરઃ lockdownનો આજે બીજો દિવસ છે, ત્યારે જામનગરવાસીઓને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જો કે, જામનગર શહેરમાં મહાનગરપાલિકા કમિશ્નર સતીષ પટેલે જાહેરનામુ બહાર પાડી તમામ શાકમાર્કેટ બંધ કરાવી છે, તો હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે શાકભાજીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. કોરોના સંક્રમણના કારણે લોકોની ભીડ એકઠી ન થાય તેમજ કોરોના વાઇરસ વધુ ન ફેલાય તે માટે સમગ્ર દેશમાં lockdown કરવામાં આવ્યું છે.