જામનગરમાં સ્ટેટ મોનિટરીંગ ટીમે ક્રિકેટ પર સટ્ટો રમાડતા બે શખ્સોનીકરી ધરપકડ - State Monitoring Team news in jamnagar
🎬 Watch Now: Feature Video

જામનગરઃ હાલ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી-20 ક્રિકેટ મેચ રમાઈ રહી છે. ત્યારે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ ટીમે જામનગર શહેરમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા બે શખ્સોની ધરપકડ કરી છે. શહેરમાં રામેશ્વરનગર મંદીર પાસે શિવમ એપાર્ટમેન્ટમાં બાતમીના આધારે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ(વિજિલન્સ) ટીમે બુધવાર સવારે દરોડો પાડ્યો હતો. તે ઘરમાંથી ભગીરથસિંહ ઉર્ફ સન્ની જયેન્દ્રસિંહ જાડેજા અને મનીષ ગુલાબરાય કાનાણીને ક્રિકેટનો સટ્ટો રમાડતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન સટ્ટો રમાડવાના સાધનો સહીત 1.10 લાખના મુદ્દામાલ કબજે કર્યો છે. કામગીરીમાં 12 અન્ય આરોપીઓના પણ નામ ખુલ્યા હતા. જેઓ હાલ ફરાર હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.