જામનગર LCB પોલીસે ડ્રોન કેમેરા મદદથી 7 શખ્સો વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી - corona updates
🎬 Watch Now: Feature Video
જામનગરઃ કોરોના વાઇરસના સંક્રમણના પગલે લોકડાઉનનો આજે સાતમો દિવસ છે. ત્યારે, જામનગર LCB ટીમે શહેરમાં જુદા-જુદા વિસ્તારમાં ડ્રોન કેમેરા મારફતે સાત જેટલા વ્યક્તિઓ સામે કલમ 188 હેઠળ ગુનો નોંધ્યો છે. લોકડાઉનના પગલે તમામ લોકોને કામ વગર ઘરમાં રહેવાની સતત સૂચના આપવા છતાં પણ અમુક લોકો ઘરની બહાર નીકળતા હોવાની જાણ પોલીસને મળી હતી. જેના પગલે જામનગર LCB ટીમે શહેરના જુદા-જુદા વિસ્તારમાં ડ્રોન કેમેરા મારફતે બહાર નીકળી આંટાફેરા કરતા સાત ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ તમામ સાત શખ્સો સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધવામાં આવી છે.