thumbnail

By

Published : Jan 28, 2020, 2:36 PM IST

ETV Bharat / Videos

જામનગરના લાલપુરમાં ગમખ્વાર અકસ્માત, 4ના મોત, 2 ઘાયલ

જામનગરઃ જિલ્લાના લાલપુર પાસે મંગળવારે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર અને બાઈક વચ્ચે થયેલ જીવલેણ અકસ્માતમાં 4ના મોત થયાં છે. જ્યારે બે ઘાયલોને જી જી હોસ્પિટલ ખસેડાયામાં આવ્યાં છે. સ્વીફ્ટ કાર અને હોન્ડા વચ્ચે થયેલ અકસ્માતમાં 3 વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જ્યારે 1 યુવકનું જી જી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ અકસ્માત એટલો ભયનાક હતો કે, સ્વીફ્ટ કારનો ભાંગીને ભૂકો બોલી ગયો છે. નવા ગામના ચાર યુવકોના મોત નિપજતા ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.