જામનગર કોંગ્રેસે યુપીના સીએમ યોગી આદિત્યનાથના પૂતળાનું દહન કર્યું - જામનગર કોંગ્રેસનો વિરોધ
🎬 Watch Now: Feature Video
જામનગરઃ શહેર કોંગ્રેસે લાલબગલા સર્કલ પાસે યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના પૂતળાનું દહન કર્યું હતું. આ સાથે જ કોંગ્રેસે 'યોગી સરકારની હિટલર શાહી નહીં ચલેગી'ના સૂત્રોચ્ચાર પણ કર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા ઉત્તર પ્રદેશના હાથરસમાં પીડિતાના પરિવારને મળવા જઇ રહ્યા હતા. આ દરમિયાન નોઈડા પોલીસ અને રાહુલ ગાંધી વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. જેમાં રાહુલ ગાંધી નીચે પડતા જોવા મળ્યા હતા. જેથી જામનગર કોંગ્રેસે યોગી આદિત્યનાથના પૂતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો હતો.