જૂનાગઢ જિલ્લાના જલંધર ગામે જગતના તાતે કરી આત્મહત્યા - ખેડૂતે કરી આત્મહત્યા
🎬 Watch Now: Feature Video

જૂનાગઢઃ જિલ્લાના જલંધર ગામે જગતના તાતે જીવન ટુકાવ્યું છે. ખેડૂતે પોતાની વાડીમાં વિજપોલમાં લોરડું બાધીને ગળોફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. પ્રાથમિક કારણમાં જાણવા મળ્યું કે, ખેડૂતને આર્થીક સંક્રમણના કારણે આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ થતા માળિયા હાટીના પોલીસ ઘટના સ્થળે પહોચી મૃતદેહને પીએમ માટે નજીકના હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. ભીખાભાઇ માઢક નામના ખેડુતે પોતાની માલીકીની વાડીમાં વીજપોલ સાથે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી છે, આ ખેડૂતે આર્થીક સંકળામણ અને બેકારીથી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટનાની માહિતી મેળવી વધુ તપાસ હાથ ધરી છે.