‘મહા’ વાવાઝોડુ ત્રાટકે ત્યારે શું કરવું? ઉપયોગી થશે આ માહિતી - મહા વાવાઝોડુ
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ અરબી સમુદ્ર પર સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન વાવાઝોડામાં પરિવર્તિત થયું છે. ‘મહા’ વાવાઝોડુ દિશા બદલીને 200 કિલોમીટરની ઝડપે ગુજરાત તરફ આવી રહ્યું છે. જે 6 નવેમ્બરથી 7 નવેમ્બરની વચ્ચે દીવ અને પોરબંદરના દરિયાકાંઠે ટકરાય તેવી સંભાવના છે. હાલ ગુજરાત સરકાર તરફથી તંત્રને એલર્ટ કરી દેવાયું છે. એનડીઆરએફટીની ટીમ તૈનાત કરાઈ છે. કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્કયૂ માટે વિમાન તૈયાર રખાયા છે. તેમજ તમામ સરકારી કર્મચારીઓની રજાઓ રદ્ કરી દેવાઈ છે. પરંતુ આપણે પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. વાવાઝોડું ગુજરાત પર ત્રાટકે તે પહેલા શું ધ્યાન રાખવું જોઈએ તે અંગે ઈટીવી ભારતના બ્યૂરો ચીફ ભરત પંચાલે કેટલીક ઉપયોગી માહિતી આપી હતી.