ધર્મધ્વજ-રાષ્ટ્રધ્વજ એકસાથે ફરક્યા, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ઉજવાયો સ્વતંત્રતા પર્વ - Somnath Temple Security Police
🎬 Watch Now: Feature Video

ગીર સોમનાથ: સોમનાથ મહાદેવની ચાલીસ વર્ષ સુધી પૂજા કરનાર આચાર્ય શાસ્ત્રી ધનંજય દવેના હસ્તે સોમનાથ દિગ્વિજય દ્વારની સામે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ તકે સોમનાથ ટ્રસ્ટનો સંપૂર્ણ સ્ટાફ, SRP પોલીસ તેમજ સોમનાથ મંદિર સુરક્ષા પોલીસ દ્વારા ધ્વજ વંદનમાં ભાગ લેવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય અતિથિ શાસ્ત્રી ધનંજય દવે દ્વારા શ્રીરામે લક્ષ્મણને જણાવેલ જન્મભૂમિનું મહત્વ સમજાવ્યું હતું અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં એક થઈને કઈ રીતે પ્રગતિ કરી શકાય એ બાબતે વક્તવ્ય આપ્યું હતું.