પંચમહાલઃ શિયાળામાં ગરમવસ્ત્રોના વેચાણમાં થયો વધારો - ઠંડીમાં થયો વધારો
🎬 Watch Now: Feature Video
પંચમહાલઃ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ઠંડીનો પારો ગગડી રહ્યો છે. જેના કારણે ઠંડીમાં વધારો નોંધાયો છે. ઠંડીથી બચવા જિલ્લાવાસીઓ ગરમ વસ્ત્રોનો આશરો લઈ રહ્યા છે, ત્યારે જિલ્લામાં ગરમ વસ્ત્રો વેચનારા વેપારીઓએ ધામા નાખ્યા છે. હાલોલ-શામળાજી હાઇવે માર્ગની આસપાસ વેપારીઓ ગરમ વસ્ત્રોનું વેચાણ કરી રહ્યા છે. જેમાં વિવિધ ગરમ ધાબળા, સ્વેટર,મફલર, જેકેટ ટોપીઓ અનેક ગરમ વસ્ત્રોનું વેચાણ કરી રહ્યા છે. જેના ભાવ 500થી 1500 રૂપિયા જોવા મળી રહ્યાં છે.