વડતાલધામ ખાતે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ
🎬 Watch Now: Feature Video
ખેડા: વડતાલધામ ખાતે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં નંદ સંતો દ્વારા લિખિત વચનામૃતની 51 ફૂટ ઊંચી વિરાટ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી અને પૂજન-અભિષેક કરી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વિરાટ વચનામૃતમાં કુલ 36 ફકરા અને પ્રત્યેક ફકરામાં આશરે 30,000 અક્ષરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આશરે 18 ટન એટલે કે 18 હજાર કિલો વજનના વિરાટ વચનામૃતને લોખંડના કંકાલ પર ક્રેઈન દ્વારા ખડુ કરવામાં આવ્યું છે. તેના એક પેજની સાઈઝ 51×35 ફૂટની છે. અને વજન 9 ટન ( 9000 કિલો) છે. મહોત્સવ દરમિયાન વિરાટ વચનામૃતનું 500 મણ પૂજન સામગ્રીથી પુજન કરવામાં આવશે. વચનામૃત શતાબ્દી મહોત્સવ 12 નવેમ્બર સુધી ચાલશે. જે દરમિયાન વિવિધ ધાર્મિક, આધ્યાત્મિક, સામાજીક અને સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવશે.