વાપીમાં ફરજ પરસ્ત પોલીસ જવાનોએ આપી તિરંગાને સલામી - join duty
🎬 Watch Now: Feature Video
વાપી: વાપીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વતંત્રતા દિવસે ફરજ પર રવાના થતા પહેલા પોલીસ જવાનોએ પોલીસ સ્ટેશનમાં તિરંગાને સલામી આપી રાષ્ટ્રગીત ગાયું હતું. વાપીમાં વાપી ટાઉન પોલીસ મથક સહિતના તમામ પોલીસ મથકમાં તિરંગાને સલામી આપવામાં આવે છે. આ વર્ષે કોરોના મહામારી અને વરસાદી માહોલ વચ્ચે પણ પોલીસ જવાનોએ તિરંગાને સલામી આપી રાષ્ટ્રગીત ગાઈને દેશભક્તિના દર્શન કરાવ્યા હતા. વાપીમાં વાપી ટાઉન પોલીસ મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે. બારીયાના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ સ્ટેશનમાં તમામ સ્ટાફે સાવધાનની મુદ્રામાં ઉભા રહી તિરંગાને સલામી આપી હતી. જે બાદ તમામ પોલીસ કર્મચારીઓ તેમની ફરજના સ્થળે રવાના થયા હતા.