જૂનાગઢ જિલ્લામાં અચાનક ભારે પવન સાથે ફૂ્ંકાયું મીની વાવાઝોડું - પવન સાથે ફુકાયો વંટોળ
🎬 Watch Now: Feature Video

જૂનાગઢઃ બુધવારે બપોર બાદ જૂનાગઢ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ભારે પવનના સુસવાટા સાથે જાણે કે વંટોળ ફૂંકાતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. કોરોના કહેરની વચ્ચે હવે વંટોળ પણ ચિંતાઓ ઊભી કરાઇ રહ્યો છે. બપોર બાદ જૂનાગઢ શહેરના વાતાવરણમાં ઢળતી સાંજે અચાનક પલટો આવતાં શહેરમાં સુસવાટા ભર્યા પવનોની સાથે વંટોળ ફૂંકાતો જોવા મળી રહ્યો હતો. તેને લઈને હવે સૌ કોઇ ઘેરી ચિંતામાં જોવા મળી રહ્યા છે. જૂનાગઢની પાડોશમાં આવેલા અમરેલી, રાજકોટ અને ગીર-સોમનાથ જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદના વાવડ મળી રહ્યા છે. જેની અસર જૂનાગઢના ભેસાણ અને મેંદરડા તાલુકામાં વિશેષ જોવા મળી હતી અને આ બંને તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો, જેને લઇને જગતનો તાત ભારે ચિંતામાં જોવા મળી રહ્યો છે.