પાટણમાં વડાપ્રધાનના જન્મ દિવસ એક સપ્તાહ સુધી સેવાકીય પ્રવૃત્તિઓ થકી ઉજવાશે - જુઓ વીડિયો...
🎬 Watch Now: Feature Video
પાટણ: શહેર સહિત જીલ્લાભરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી એક સપ્તાહ સુધી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થકી કરવામા આવશે. દેશનું ગૌરવ અને વૈશ્વિક નેતૃત્વ ધરાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ આગામી 17મી સપ્ટેમ્બરના રોજ આવનાર છે. ત્યારે આ સેવાના માધ્યમ થકી ઉજવાય તે માટે ભારતીય જનતા પાર્ટીએ 14 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી સેવા સપ્તાહ ઉજવવાનું નક્કી કર્યું છે. તે અંતર્ગત પાટણ શહેર અને જીલ્લાના વિવિધ તાલુકાઓમાં જુદી જુદી સેવાકિય પ્રવૃત્તિઓ કરવામા આવશે. તેમની જીવન પ્રદર્શની પણ ગામ શહેર અને તાલુકા કક્ષાએ ગોઠવવામાં આવશે.