મોરબીમાં કોંગ્રેસના કાર્યકરોએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કર્યો વિરોધ - Congress workers
🎬 Watch Now: Feature Video
મોરબીઃ સરકાર દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ-ડીઝલમાં સતત ભાવવધારો કરવામાં આવી રહ્યોં છે. ત્યારે બુધવારે મોરબીમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરમાં સુપરમાર્કેટ નજીક પેટ્રોલ ડીઝલના ભાવવધારા મામલે કોંગ્રેસ આગેવાન અને જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયા, કોંગ્રેસ અગ્રણી મુકેશ ગામી, રાજુ કાવર અને જયેશ કાલરીયા સહિતનાઓએ બેનરો સાથે વિરોધ કર્યો હતો. સાથો સાથ ભાજપ હાય-હાયના નારા લગાવ્યાં હતા. કોંગ્રેસી કાર્યકરોના વિરોધને પગલે પોલીસ કાફલો સ્થળ પર ગોઠવાયો હતો, તેમજ કાર્યકરો રોડ પર આવતા પોલીસ દ્વારા 14 જેટલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી પોલીસ મથકે લઇ જવાયા હતા.