કચ્છના લખપત તાલુકામાં પાંચમા દિવસે મોટી સંખ્યામાં ઉમેદવારી ફોર્મ ભરાયાં - ગુજરાત સમાચાર
🎬 Watch Now: Feature Video
કચ્છઃ આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે, ત્યારે જિલ્લાના લખપત તાલુકાના દયાપર ખાતે ઉમેદવારી ફોર્મ ભરવાના પાંચમા દિવસે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં તાલુકા અને જિલ્લા પંચાયતમાં ઉમેદવારી નોંધાવવા ઉમટ્યા હતા. લખપતની પાટીદાર સમાજની વાડી ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો તથા આગેવાનો એકત્રિત થયા હતા અને સમાજની વાડીથી મામલતદાર કચેરી સુધી રેલી યોજીને ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.