કરમસદમાં એક ભેંસે બે મોઢા વાળા બચ્ચાને જન્મ આપ્યો - Vadtal Road
🎬 Watch Now: Feature Video
આણંદઃ જિલ્લાના કરમસદ ખાતે શ્ચર્ય જનક એક કિસ્સો બન્યો છે. કરમસદથી વડતાલ રોડ પર ભઈલાલ વાળી વિસ્તારમાં ભરવાડના નેહડામાં રહેતા નવઘણભાઈ ભરવાડની ભેંસે 7 માસના ગર્ભ બાદ એક બચ્ચાને જન્મ આપ્યો છે.જે બચ્ચું આશ્ચર્ય જનક હતુ. બચ્ચાને જોવા માટે આસપાસના વિસ્તારમાંથી ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ભેસે જ્યારે બચ્ચાને જન્મ આપ્યો હતો, ત્યારે તે જીવિત હતું. પરંતુ આ બચ્ચું વધારે સમય જીવિત રહી શક્યું ન હતું. જન્મના થોડા જ સમયમાં બચ્ચું મૃત્યુ પામ્યું હતુ. તેના માલિક નવઘણ ભરવાડ દ્વારા તેની દફનવિધિ કરવામાં આવી હતી. પરંતુ આ સમાચાર વાયુ વેગે આસપાસના વિસ્તારમાં પ્રસરી જતા આ વિશેષ બચ્ચાને જોવા માટે આસપાસના રહીશો નવઘણભાઈના ઘરે દોડી આવ્યા હતા.