જામનગરમાં ખનન માફિયાઓ સામે ખાણ-ખનીજ વિભાગની લાલ આંખ - જામનગરમાં ખનન ચોરી
🎬 Watch Now: Feature Video
જામનગર : શહેરમાં ખાણ ખનીજ વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન રણજીતસાગર ડેમ પાસે નદીમાં JCB મશીનથી ટ્રકમાં રેતી ભરવાની કામગીરી ચાલી રહી હતી. જેમાં 1 જેસીબી અને 1 ટ્રક જપ્ત કરવામાં આવ્યા હતા. તેમજ અંદાજીત ખાણ ખનીજ વિભાગે 25 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ટ્રક અને જેસીબી માલિક સામે ફરિયાદ નોંધી હતી. તેમજ કોઈ પણ મંજૂરી લીધા વિના ખનન ચોરી કરવામાં આવતા રેતી ચોરો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.