જામનગરમાં કિસાન સંઘ દ્વારા વિવિધ મુદાઓને લઈ મામલતદારને આવેદનપત્ર અપાયું - latest news of Jamnagar
🎬 Watch Now: Feature Video
જામનગરઃ શહેરમાં કિસાન સંઘ દ્વારા વિવિધ નવ મુદાઓને લઈ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જામનગર પંથકમાં ભારે વરસાદ પડવાના કારણે અતિવૃષ્ટિ થઈ છે. ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે તેમજ જે ખેડૂતોના ખેતર બાકી છે, તેમનો પણ સર્વે કરવામાં આવે અને તાત્કાલિક તમામ ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. જો રાજ્ય સરકાર ખેડૂતોની માગ નહીં સ્વીકારે તો આગામી એક મહિના બાદ રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના ખેડૂતો મહાસંમેલન યોજી રાજ્ય સરકારનો વિરોધ કરશે.