જામનગરમાં હિન્દુ સેનાએ જન્માષ્ટીના દિવસે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું
🎬 Watch Now: Feature Video
જામનગર: શહેરમાં હિન્દુ સેનાએ જન્માષ્ટમીના દિવસે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. વિશ્વમાં જે કોરોના વાઈરસ કોવિડ- 19 મહામારી ફેલાયેલી છે આવા સમયે જામનગરની જી.જી.હોસ્પિટલમાં બ્લડ બેંકમાં બ્લડની જરૂરિયાત ઉભી થતી હોય છે. જી.જી. હોસ્પિટલની બ્લડ બેંકના હેડ ડો. જે.એચ. વાછાણી, ટીમ ઇન્ચાર્જ ડો. પી.વી. ચુડાસમા, ડો. ભૂમિદા, ડો. સુમન, અર્ચનાબેન જેઠવા સહિતની ટીમના સહયોગથી હિન્દુ સેના દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જામનગર જિલ્લાના હિન્દુ સેના પ્રમુખ વિનુભાઇ આહીર, શહેરના યુવા પ્રમુખ ગુંજ કારીયા તેમજ હિન્દુ સેના ગુજરાતના અધ્યક્ષ પ્રતિક ભટ્ટ, વ્યવસ્થા પ્રમુખ માધવ પુંજાની, ધીરેન નંદા, દિવ્યરાજસિંહ ઝાલા, કિશન દેસાઈ, પાર્થ ચોવટીયા, અર્જુન રાઠોડ, જયેશ પિલ્લે, રોનક જોશી, વિવેક, રણજીતસિંહ, રાજેન્દ્રસિંહ, પ્રણવ ઉનડકટ સહિત સૈનિકો હજાર રહી જી.જી. હોસ્પિટલની જરૂરિયાત મુજબ બ્લડની બોટલ પુરી પાડી હતી.