ડાકોરમાં સર્વ શિક્ષા અભિયાનની ગાડીમાં 2 શખ્સ દારૂ પીતા ઝડપાયા - સર્વ શિક્ષા અભિયાનની ગાડીમાં 2 શખ્સ દારૂ પીતા ઝડપાયાૉ
🎬 Watch Now: Feature Video
ખેડા: મંગળવારે ડાકોર ચોકડી પર ચેકીંગ દરમિયાન અમદાવાદ પાર્સિંગની ઇકો કાર નંબર Gj 01 6272ને પોલિસ દ્વારા અટકાવામાં આવી હતી. આ કારમાં એક મહિલા સહિત ત્રણ પુરૂષ તેમજ બાળક પ્રવાસ કરી રહ્યાં હતા. આ ઉપરાંત આ કારમાં ખુલ્લેઆમ દારૂ પીતા બે શખસો પણ જોવા મળ્યા હતા. પોલીસે આ લોકોને માસ્ક અંગે પૂછતાં ઉશ્કેરાયેલા 2 શખ્સે પીધેલી હાલતમાં હોબાળો કર્યો હતો. આ સાથે જ કારમાં સવાર મહિલા પણ પોલીસ સાથે દાદાગીરી કરતી જોવા મળી હતી. જેથી ડાાકોર પોલીસે આ શખ્સો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.