સુરતના લોકોને નથી રહ્યો કોરોનાનો ડર, કન્ટેન્ટમેન્ટ વિસ્તારના લોકો ખરીદી રહ્યા છે ફળ અને આઈસ્ક્રીમ - local news of Surat
🎬 Watch Now: Feature Video
સુરત: ગુજરાતમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ સુરતમાં નોંધાઈ રહ્યા છે. ત્યારે દેશભરમાં બીજા ક્રમે સુરત શહેર છે જ્યાં 300થી વધારે કેસ છેલ્લા બે દિવસમાં સામે આવ્યાં છે આ જ કારણ છે કે, સુરત મહાનગરપાલિકા દ્વારા રાત્રિ કરફ્યૂની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે સુરતના કન્ટેન્ટમેન્ટ એરિયામાં શું સ્થિતિ છે તે જાણવા માટે ETV ભારતની ટીમ સુરતના ભટાર વિસ્તારમાં પહોંચી હતી કે જ્યાં કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરાયા છે પરંતુ રાત્રિના સમયે લોકો ફળ અને આઈસ્ક્રીમની ખરીદી કરતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં વાહનોની અવરજવર પણ સામાન્ય રીતે જોવા મળી હતી. સુરતના કન્ટેનમેન્ટ વિસ્તારમાં રાત્રિના કરફ્યૂ દરમિયાન સહેલાઈથી વસ્તુઓ વેચવામાં આવી રહી હતી અને પોલીસ પણ ઘટનાસ્થળે જોવા મળી ન હતી.
Last Updated : Mar 19, 2021, 3:25 PM IST