છોટાઉદેપુરમાં વધુ 4 લોકોએ આપી કોરોનાને માત, નગર સેવાસદનના પ્રમુખ દ્વારા ફૂલોથી સ્વાગત કરાયું
🎬 Watch Now: Feature Video
છોટાઉદેપુરઃ જિલ્લામાં કુલ 14 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. જેમાં સોમવારના રોજ છોટાઉદેપુરના 4 લોકોએ કોરોનાને માત આપી છે. છોટાઉદેપુર નગરના સ્ટેશન વિસ્તારનો એક યુવાન સંક્રમિત થતા અન્ય 4 લોકોને ચેપ લાગ્યો હતો. એ ચાર લોકો છોટાઉદેપુર મેડિટોપ ખાતે કોવિડ-19માં સારવાર લઇ રહ્યા હતા અને સંક્રમિત યુવાન બરોડામાં પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. તેમજ છોટાઉદેપુર સરકારી હોસ્પિતાલમાં વોર્ડબોય સંક્રમિત થતા સરકારી દવાખાનાની કોવિડ-19માં સારવાર હેઠળ હતો. જેમાં સોમવારના રોજ મેડિટોપમાંથી 03 અને સરકારી દવાખાનેથી 01 એમ 04 લોકો સાજા થતા રજા આપવામાં આવી હતી. તે દરમિયાન ડોક્ટરો અને સ્ટાફ દ્વારા તાળીઓ પાડી વિદાય આપી હતી. નગર સેવાસદનના પ્રમુખ નેહાબેન જયસ્વાલે ફૂલોથી સ્વાગત કર્યું હતું. જિલ્લામાં 14 સંક્રીમતોમાંથી 10 ને રજા આપતા. હવે 04 લોકો સારવાર હેઠળ છે.