છોટાઉદેપુરના બોડેલીમાં કારની નીચે મગર દેખાતા લોકોમાં ફફડાટ - Main canal
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13136217-thumbnail-3x2-chhotaudepur.jpg)
છોટાઉદેપુરમાં બોડેલીના અલીખેરવા ગામમાં અચાનક જ મગર દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ગામમાં એક મકાનની બહાર પાર્ક કરેલી કારની નીચે આ મગર જોવા મળ્યો હતો. આ મગર મુખ્ય કેનાલમાંથી આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, વન વિભાગની ટીમે આવીને આ મગરને ઝડપી પાડ્યો હતો. હવે વન વિભાગ આ મગરને મુક્ત વાતાવરણમાં છોડી મુકશે. જોકે, મગરને જોતા ગામના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.