સુરતમાં વાવાઝોડાની અસર: શહેરના અલગ-અલગ વિસ્તારમાં વૃક્ષોની સાથે વીજળીના પોલ થયા ધરાશાયી - tauktae cyclone update
🎬 Watch Now: Feature Video
સુરત: જિલ્લામાં વાવાઝોડાની અસર યથાવત્ છે. પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી રહી છે. સાથે જ વિસ્તારમાં સોનલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે પણ ધરાશાયી થયા હતા. જો કે કોઈ જાનહાનિની ઘટના બની ન હતી. હાલ ફાયર વિભાગ દ્વારા રોડ પર પડેલા વૃક્ષો કાપી રોડ ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
હાલ શહેરમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ સાથે 25થી 66 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા 40 જેટલા નાના મોટા વૃક્ષો ધરાશાયી થયા હતા તે સિવાય 2 વીજળીના પોળ અને લીંબયાત વિસ્તારમાં આવેલા કમેળા પાસે ઝૂંપડપટ્ટીના 1 મકાન પર વૃક્ષ પડયો હતો કેટલીક જગ્યાએ વાહનો દબાયા હતા. ફાયરના જવાનો દ્વારા રોડ રસ્તા પર પડેલા વૃક્ષો કાપવાની કામગીરી કરવામાં આવી રહી છે. જો કે શહેરમાં પવન સાથે વરસી રહેલા વરસાદના કારણે વૃક્ષો અને વીજળીના પોલ ધરાશાયી થતા કોઇ જાનહાનિ બની નથી.