જૂનાગઢઃ ઇટાળી ગામે ગોચર જમીન પર દબાણ, ગામ લોકોમાં રોષ - pasture land
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ માળીયા હાટીના તાલુકાના ઇટાળી ગામે ગોચર જમીન પર દબાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ઇટાળી ગામે લોકોને પોતાની ગાય ભેસ ચરાવવા માટે ગોચર જમીન ફાળવવામાં આવી છે. આ ગોચર જમીન પર ગામના તેમજ બહારના લોકો દ્વારા ગેરકાયદેસર કબ્જો કરવામાં આવતા ગૌપ્રેમી તેમજ ગામના લોકોમાં રાષ ફેલાયો છે. ગૌપ્રેમી તેમજ ગ્રામ પંચાયત દ્વારા મુખ્ય પ્રધાનને રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ સમસ્યાનું કોઈ સમાધાન થયું નથી. જો સમય સર આ પ્રશ્નોનું નિરાકરણ નહીં કરવામાં આવે, તો આગામી સમયમાં પોતાની ગાય ભેસ સાથે રાખીને કલેક્ટર ઓફિસ ખાતે ધરણાં કરવામાં આવશે તેવી ચીમકી ગામલોકોએ ઉચ્ચારી છે.