પિતૃતર્પણ માટે જૂનાગઢના દામોદર કુંડમાં માનવ મહેરામણ ઉમટ્યું - દામોદર કુંડ
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ ભાદરવી અમાસના પવિત્ર દિવસે જૂનાગઢની ગીરી તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં ભક્તોનો માનવમહેરામણ ઉમટયું હતું. વર્ષોથી અહીં પિતૃતર્પણનો મહિમા હોવાથી અમાસના દિવસે પિતૃઓનું તર્પણ કરી પુણ્યનું ભાથું બાંધવામાં આવે છે. જે પૂર્વજો સુધી પહોંચતું હોવાની માન્યતા ભક્તોમાં જોવા મળે છે. પવિત્ર દામોદર કુંડમાં પિતૃતર્પણનું ખાસ મહત્વ હિન્દુ ધર્મમાં આંકવામાં આવ્યું છે. સમગ્ર દેશના ધાર્મિક સ્થાનોની યાત્રા પૂર્ણ કર્યા બાદ પવિત્ર દામોદર કુંડમાં સ્નાન કરવાનું પણ ખાસ મહત્વ છે. યાત્રા પૂર્ણ કર્યા બાદ દામોદર કુંડમાં સ્નાન કરવામાં આવે તો આ ધાર્મિક યાત્રા અને પરિપૂર્ણ માનવામાં આવે છે. જેને લઇને પણ પવિત્ર દામોદર કુંડમાં સ્નાનનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ જોવા મળે છે.