Sharad Poonam 2021 : ચંદ્ર જેવી શીતળતા પ્રાપ્ત કરવા પૂર્ણિમાએ દૂધ પૌંઆ આરોગવા - શારીરિક શાંતી
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : Sharad Poonam 2021એ ચંદ્ર સંપૂર્ણ કળાએ ખીલે છે. તેની સંપૂર્ણ કળાની અસર સમગ્ર સૃષ્ટિ પર પડે છે. સૃષ્ટિ ચૈતન્યમયી બને છે. આ દિવસે દૂધ પૌઆ આરોગવાની પ્રથા છે. ચંદ્રના તેજમાં દૂધ પૌંઆ મુકતા તેમાં અમૃત અને શીતળતા તેમાં ભળે છે. દૂધ પૌંઆમાં જળ તત્ત્વનું આધિપત્ય હોય છે. ચંદ્રમાં પણ જળ તત્ત્વનું આધિપત્ય છે. ચંદ્ર મનને આકર્ષે છે અને શાંતી આપે છે, તેવી જ રીતે શરદ ઋતુમાં પણ દૂધ પૌઆ ખાવાથી શારીરિક શાંતી મળે છે અને આરોગ્યની દૃષ્ટિએ ફાયદાકારક છે. આ દિવસે વ્રતનો પણ મહિમા છે. આ દિવસે લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ. દાન કરવુ જોઈએ. આ સાથે જ રાતે ગરબા અને જાગરણ પણ થતું હોય છે. આ વ્રતથી દરિદ્રતા દૂર રહે છે.