અમદાવાદના ઇસ્કોન મંદિરમાં ધામધૂમથી હોળીની ઉજવણી કરાઇ - Ahemadabad
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6355418-900-6355418-1583791053567.jpg)
અમદાવાદ : ઈસ્કોન મંદિર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ સાથે તેમના ભક્તો ફૂલોત્સવની હોળી રમ્યા આ પ્રસંગે ભગવાન શ્રીકૃષ્ણ સહિત બલરામ અને રાધાને સુંદર રીતે સજાવવામાં આવ્યા હતા, ત્યાં આવેલા હજારો ભક્તો મૂર્તિનું આભા જોઈને ભક્તિમગ્ન થઈ ગયા હતાં. હોળીના સ્પેશિયલ કાર્યક્રમમાં ભજન, કીર્તન સાથે શ્રીકૃષ્ણના જીવન આધારિત નાટક પણ ભજવવામાં આવ્યું હતું. શ્રીકૃષ્ણના ભકત ચૈતન્ય મહાપ્રભુનો જન્મોત્સવ પણ અહીં ઉજવવામાં આવ્યો હતો. શ્રીકૃષ્ણનું પંચગવ્યથી અભિષેક કરાયો અને સાથે સાથે ભક્તોને પ્રસાદ પણ આપ્યો હતો.