એચ.એમ.દેસાઈને પદ્મશ્રીથી સન્માનવામાં આવતા ચરોતરમાં ખુશીનો માહોલ - HM Desai was honored with the Padma Shri
🎬 Watch Now: Feature Video
ખેડાઃ ગણતંત્ર દિવસના અવસરે આપવામાં આવતા પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરી દેવામાં આવી છે. નડિયાદની ધર્મસિંહ દેસાઈ યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર એચ.એમ.દેસાઈને સાહિત્ય અને શિક્ષણમાં યોગદાન બદલ પદ્મશ્રીથી સન્માનવામાં આવતા શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે. 7 ગુજરાતીઓને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. ખેડા જિલ્લામાં નડિયાદમાં જ બે મહાનુભાવોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. પહેલા પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રી અને હવે વાઈસ ચાન્સેલર એવા એચ.એમ.દેસાઈને પદ્મશ્રી આપવામાં આવ્યો છે. પદ્મશ્રીની જાહેરાત થતાની સાથે જ નડિયાદના સિનિયર ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ સહિત નડિયાદના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.