અરવલ્લીમાં હીટ એન્ડ રનની ઘટના, ટ્રકે યુવકને અડફેટે લેતા યુવકનું ઘટનાસ્થળે મોત - Hit and run incident in Aravalli
🎬 Watch Now: Feature Video
અરવલ્લી: મોડાસા-શામળાજી રોડ પર મરડીયા પાટિયા નજીકથી સુરપુર ગામનો 18 વર્ષીય આકાશ હિંમતસિંહ મકવાણા પસાર થઇ રહ્યો હતો. ત્યારે શામળાજી તરફથી પૂર ઝડપે આવી રહેલા ટ્રકે તેને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ છવાયો હતો. રોષે ભરાયેલા લોકોએ આ માર્ગ પર બમ્પર તેમજ સર્કલ બનાવાની માંગ સાથે હાઈવે પર ચક્કાજામ કરતા વાહનોની કતાર લાગી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થાનિકોને સમજાવી ચક્કાજામ દૂર કરી વાહનવ્યવહાર પૂર્વરત કરાવ્યો હતો. જ્યારે પોલીસે અકસ્માત સર્જી ફરાર ટ્રક ડ્રાઇવરને ટોલટેક્ષ નજીકથી ઝડપી લીધો હતો.