હિન્દુ અને મુસ્લિમોએ એકસાથે મળીને 71મા પ્રજાસત્તાક પર્વની કરી ઉજવણી - Devbhoomi-Dwarka letest news
🎬 Watch Now: Feature Video

દેવભૂમિ દ્રારકાઃ 71માં પ્રજાસત્તાક પર્વની સમી સાંજે દ્વારકા નજીકના રૂપેણ બંદર ખાતે હિન્દુ અને મુસ્લીમ આગેવાનોએ સાથે મળીને ભારત માતાની પૂજા કરી અને ઉજવણી કરી હતી.હિંદુ અને મુસ્લિમ બન્ને સમાજના યુવાનો અને વડીલો એકઠા થઈને ભારત માતાની પૂજા કરીને ઉજવણી કરી હતી. 71માં પ્રજાસત્તાક પર્વના દિવસે ગુજરાત અને ભારતના તમામ રાજ્યો તમામ નાના મોટા શહેરો અને ગામડાઓમાં ઉત્સાહભેર પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકો મહિલાઓ યુવાનો અને વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.