રાજકોટમાં 24 કલાકમાં 1થી 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, જુઓ વીડિયો - Heavy to very heavy rainfall forecast in Gujarat
🎬 Watch Now: Feature Video

રાજકોટ: સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના ભાગ રૂપે છેલ્લા ઘણા દિવસથી મેઘરાજા ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસી રહ્યાં છે, ત્યારે રાજકોટ જિલ્લામાં શહેર અને પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થતા 24 કલાકમાં 1 ઇંચથી 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજકોટ તાલુકામાં પણ 5 ઇંચ વરસાદ, લોધિકામાં 5, ઉપલેટામાં 4 ઇંચ, ગોંડલમાં પણ સવાર સુધીમાં 3.5 ઇંચ, જેતપુરમાં સવારે 6 વાગ્યા સુધીમાં 3 ઇંચ, જામકંડોરણામાં 2 ઇંચ, ધોરાજીમાં પણ 3 ઇંચ, પડધરીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે.