રાજકોટના ગ્રામ્ય પંથકમાં ગાજ વીજ સાથે ભારે વરસાદ, ઉપલેટામાં મકાન પર વીજળી પડી - જિલ્લામાં ભારે વરસાદ
🎬 Watch Now: Feature Video
રાજકોટ: શહેરમાં મેઘરાજાએ અચાનક પધરામણી કરી હતી. જેમાં મેઘરાજા મહેરબાન થતા શહેરના જેતપુર, ધોરાજી, ઉપલેટા, આટકોટ, કોટડા સાંગાણી, જામકંડોરણા અને ગોંડલ શહેરની આસપાસના ગ્રામ્ય વિસ્તારો મોટી ખિલોરી, મેતા ખંભાળીયા, સાજડીયાળી, રાણસીકી સહિતના ગામોમાં ગાજ વીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદને લઈને ખેતરોમાં પાણી ભરાયા હતાં. આ વચ્ચે ઉપલેટાના કોલકી ગામમાં એક મકાન પર વીજળી પડી હતી, પરંતુ મળતી માહિતી મુજબ મકાનની દીવાલ પર તીરાડ પડી હતી અને જાનહાનીના કોઇ સમાચાર સામે આવ્યા નથી.