રાજકોટ પંથકમાં ધોધમાર વરસાદ - latest news in rajkot
🎬 Watch Now: Feature Video

રાજકોટઃ આજે રવિવારના સમગ્ર દેશમાં સૂર્યગ્રહણની સાથે ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેમાં ખાસ કરીને રાજકોટની વાત કરવામાં આવે તો જેતપુર, ઉપલેટા, ધોરાજી, ગોંડલ અને જસદણ પંથકમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. વાવણી બાદ ફરી વરસાદ આવતા ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો. જ્યારે ગ્રામજનોને ભારે ઉકાળાટ બાદ ગરમીમાંથી રાહત મળી હતી. આ સાથે રાજકોટ શહેરમાં પણ છુટા છવાયા વરસાદી છાંટા જોવા મળ્યા હતા.