ભરૂચ જિલ્લામાં ભારે વરસાદના કારણે રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા - વાહન ચાલક
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ જિલ્લામાં ભારે વરસાદના પગલે જન જીવન ખોરવાયું છે. ત્યારે ભારે વરસાદની અસર નેશનલ હાઈવે પર પણ જોવા મળી હતી. ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરી માર્ગ પર વરસાદના કારણે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં વડોદરાથી સુરત તરફ જતા વાહન ચાલકો અટવાયા હતા. કેબલ બ્રિજની બાજુમાં આવેલા
સરદાર બ્રિજથી ભરૂચ તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી અને વાહન ચાલકોએ કિંમતી સમય અને ઇંધણ વેડફવાનો વારો આવ્યો હતો. વરસાદના કારણે હાઈવે પરનો માર્ગ પણ બિસ્માર બન્યો છે જેના પગલે વાહનોની ગતિ અવરોધાઇ રહી છે.