ભારે વરસાદના પગલે હાલોલમાં ઠેર ઠેર પાણી ભરાયા,લોકો થયા પરેશાન - પંચમહાલ
🎬 Watch Now: Feature Video

પંચમહાલ: જિલ્લાના હાલોલ વિસ્તાર 7 ઈંચ વરસાદ થતા ઠેર ઠેર પાણી ભરાયા હતો તેથી તંત્ર કામે લાગ્યું હતું. અવિરત વરસાદના લીધે પાણી હજુ ઓસર્યા નથી.વડોદરામાં પડેલા ભારે વરસાદ બાદ પંચમહાલ ના હાલોલમાં 7 ઇંચ વરસાદ પડ્યો હતો.જેને લઈ હાલોલના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાની સમસ્યા સર્જાઈ હતી .જો કે તંત્ર દ્વારા પાણી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ સત્તત વરસી રહેલા વરસાદના પગલે પાણી ઓસર્યા નથી.જેથી લોકોને પરેશાનીનો સામનો કરવા પડી રહ્યો છે.