જૂનાગઢના માણાવદરમાં પડેલા એક ઇંચ વરસાદથી ઠેર-ઠેર ભરાયા પાણી - માણાવદરમાં વરસાદ
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ માણાવદરમાં શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી લોકો મેઘરાજાની રાહ જોઇ રહ્યાં હતા, ત્યારે આજે એક સપ્તાહના વિરામ બાદ વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ આકાશે કાળા ડિંબાગ વાદળો ઘેરાયા હતા. વિજળીના કડાકા ભડકા સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. જોતજોતાંમાં એક ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. એક ઇંચ સામન્ય વરસાદમાં જ ઠેર-ઠેર પાણી ભરાયા હતા. માણાવદર સિનેમા ચોકમાં હાઇવે રોડ પર ખાડામાં પાણી ભરાયા હતા. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આટલા જ વરસાદમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીઓ પડી હતી. લાંબા વિરામ બાદ વરસાદ વરસાદ પડતા ખેડૂતો ખુશ ખુશાલ થયા હતા.