ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ, લોકોએ વંદન કરી મેઘરાજાનું સ્વાગત કર્યું - latest news of rain
🎬 Watch Now: Feature Video

ભરૂચઃ શહેર અને જિલ્લામાં ધીમે ધીમે વરસાદી માહોલ જામી રહ્યો છે, ત્યારે આજે સવારથી જ વરસાદી માહોલ સર્જાયો હતો. શહેરમાં ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, તો અંકલેશ્વર હાંસોટ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. વાવણી બાદ વરસાદ વરસતા ખેડૂતો સારા ઉત્પાદનની આશા સેવી રહ્યાં છે. નેત્રંગ સહિતના ટ્રાયબલ વિસ્તારમાં પણ મેઘરાજાની પધરામણી થતા સ્થાનિકોનો હરખ સમાયો નહોતો તેઓએ વંદન કરી મેઘરાજાનું સ્વાગત કર્યું હતું. આં, વરસાદ વરસતા જીવસૃષ્ટિ તરબોળ થઈ છે.