રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં વરસાદથી જોવા મળ્યો અદ્ભુત નજારો - ખંઢેરી સ્ટેડિયમમાં પાણી ભરાયા
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 9 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને લઈને રાજકોટના નિચાણવાળા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. જ્યારે રાજકોટના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ એવા ખંઢેરી સ્ટેડિયમમાં પણ વરસાદી પાણી ફરી વળતા સ્ટેડિયમની અંદરના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે. ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતા જેને કારણે ગ્રાઉન્ડ આખું પાણીમાં ગરકાવ થયું હતું. પરંતુ આ દ્રશ્ય લોકોને આકર્ષી રહ્યા હતા.