ગોંડલ નવા માર્કેટ યાર્ડ પાછળની સોસાયટીમાં ગોઠણ ડૂબ વરસાદી પાણી ભરાયા - રાજકોટ સમાચાર
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ ગોંડલ નેશનલ હાઇવે પર આવેલ નવા માર્કેટિંગ યાર્ડની પાછળ આવેલા રહેણાંક વિસ્તારોના માર્ગો પર ગોઢણ ડૂબ પાણી ભરાયા છે. હવામાન વિભાગ દ્વારા સતત વરસાદની આગાહીને લઈને રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લામાં જેતપુર, ધોરાજી, ઉપલેટા, જસદણ સહિતના પંથકોમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વર્ષી રહ્યો છે. ધોરાજી અને ધોરાજી પંથકમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગોંડલ નવા માર્કેટ યાર્ડની પાછળ આવેલા રહેણાંક વિસ્તારોની સોસાયટીમાં ગોઢણ ડૂબ પાણી ભરાયા હતા. તે વિસ્તારમાં ઉદ્યોગ પણ આવેલા છે. નેશનલ હાઈવેના સર્વિસ રોડ સુધી પાણી ભરાયા છે. સર્વિસ રોડ પર આવેલા બુગદાઓ પણ ભરાયેલા જોવા મળ્યા હતા. પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ હતી. ગોઠણ ડૂબ પાણીમાં સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.