ETV Bharat / bharat

ધાર્મિક કાર્યક્રમમાં હાથીનો હંગામો, એક વ્યક્તિને સૂંઢથી પકડીને ફેરવ્યો અને પછી... - ELEPHANT TURNS VIOLENT

કેરળના મલપ્પુરમમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન એક હાથી બેકાબૂ બનતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી, જેમાં કેટલાંક ઈજાગ્રસ્ત થયા છે.

ધાર્મિક કાર્યક્રમમાં હાથીનો હંગામો
ધાર્મિક કાર્યક્રમમાં હાથીનો હંગામો (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 17 hours ago

મલપ્પુરમ: કેરળના મલપ્પુરમ જિલ્લામાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન એક હાથી બેકાબુ બની ગયો હતો. જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા. એક બેકાબૂ હાથીએ એક વ્યક્તિને તેની સૂંઢથી પકડી લીધો અને તેને ખરાબ રીતે ફેરવ્યો હતો અને પછી તેને હવામાં ફંગોળ્યો હતો. જેમાં ગંભીર રીતે ઘાયલ થયેલા વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

બેકાબૂ હાથીએ ઉત્પાત મચાવતો હોય તેવો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે વ્યક્તિને તેને સૂંઢથી ઉપાડી રહ્યો છે, અને તેને ભયાનક રીતે ફેરવી રહ્યો છે. આ ઘટનાથી ઘટનાસ્થળે હાજર લોકો ભયભીત થઈ ગયા હતા અને અફરા-તફરી ફેલાઈ ગઈ હતી.

હાથીનો હંગામો

અહેવાલો અનુસાર, આ ઘટના બુધવારે સવારે કેરળના પલક્કડ જિલ્લાના પુથિયાંગડીમાં ઉજવાતા વાર્ષિક તહેવાર 'નેરચા'માં બની હતી. બીપી અંગડી જરામ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ મહોત્સવમાં પાંચ હાથીઓને લાવવામાં આવ્યા હતા અને તેમની આસપાસ મોટી સંખ્યામાં લોકો હાજર હતા. આ દરમિયાન એક હાથી લોકો તરફ આગળ વધ્યો અને એક વ્યક્તિને તેની સૂંઢમાં ફસાવીને તેને ફંગોળ્યો હતો, જો કે, મહાવતે તેને થોડીજ વારમાં કાબૂમાં કરી લીધો.

નાસભાગમાં 17 લોકો ઘાયલ

આ દરમિયાન નાસભાગમાં 17 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ભાગદોડમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તિરુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમમાં રાજ્યના વિવિધ ભાગોમાંથી હજારો શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ આવે છે.

  1. સાવજને હંકાર્યો! ફોરેસ્ટ ગાર્ડે રેલ્વે ટ્રેક પરથી ગાયની જેમ સિંહને ભગાડતો વીડિયો વાયરલ
  2. આપણી મજા અબોલ માટે સજા: યાયાવર પક્ષીઓને ખોરાક આપતા પહેલા વિચારજો...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.