રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ - ગોંડલમાં ધોધમાર વરસાદ
🎬 Watch Now: Feature Video

રાજકોટ: રાજ્યમાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જિલ્લાના ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા, ગોંડલ અને જેતપુર શહેર અને આસપાસના પંથકમાં ધોધમાર વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. મોટીપાનેલી, ખારચીયા માંડાસણ, હરિયાસણ, ઝાર ચરેલીયા સહિતના ગામોમાં અડધા કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ધોરાજી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા ધોરાજીના પંચનાથ મહાદેવના મંદિર પાસે આવેલી શફરા નદી ઓવરફલો થઇ હતી. શફરા નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. ધોરાજી તાલુકા હડમતીયા ગામે એક કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જે બાદ હડમતીયા ગામના રસ્તાઓ પર પાણી ભરાયા હતા.