મેઘ તાંડવ: બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં મુશળધાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા - બનાસકાંઠા જિલ્લામાં વરસાદ
🎬 Watch Now: Feature Video
વાવ : આ વર્ષે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ખેડૂતોના પાક લેવાના સમયે જ વરસાદ ખાબકતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારો મોટાભાગે વરસાદ આધારીત ખેતી કરે છે. આ વિસ્તારોમાં નર્મદા વિભાગની કેનાલ પસાર થાય છે, પરંતુ છેવાડા સુધી આ કેનાલનું પાણી પહોંચતા આખરે છેવાડાના વિસ્તારના ખેડૂતોને વરસાદ આધારીત ખેતી કરવાની જરૂર પડે છે. આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં સારો વરસાદ થયો છે. પરંતુ સરહદી વિસ્તાર ગણાતા વાવ થરાદ અને ઢીમામાં સારો વરસાદ થયો નથી. હવે આ વિસ્તારોમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ અને ઢીમા ખાતે ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં પણ પાણી ભરાયા હતા. અનેક સોસાયટીઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હજુ પણ હવામાન વિભાગે બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.