ભરૂચમાં ધોધમર વરસાદથી ગરબા ગ્રાઉન્ડ પાણી પાણી, આયોજકો અને ખેલૈયાઓ નિરાશ - heavy rain
🎬 Watch Now: Feature Video
ભરૂચ: આઠમના નોરતે ધોધમાર વરસાદ વરસતા ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઇ ગયા હતાં, જેના કારણે આયોજકો અને ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી હતી. બીજી તરફ અંકલેશ્વરમાં પણ મેઘરાજા મનમૂકીને વરસ્યા હતાં, જેના કારણે જળ બંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ભારે વરસાદના કારણે ભરૂચ અંકલેશ્વરના વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર પાણી ભરાયા હતાં જેને કાઢવા આયોજકોએ દોડધામ કરી મૂકી હતી. નવરાત્રીની પૂર્ણતાને હવે બે દિવસ જ બાકી છે, ત્યારે વરસાદી માહોલ જોવા મળતા આયોજકો અને ખેલૈયાઓ ચિંતાતુર બન્યા છે.