મહીસાગર જિલ્લામાં 25 માર્ચ સુધી STના 210 રૂટ બંધ કરતા સ્વયંભૂ લોકડાઉનના દ્રશ્યો સર્જાયા - Mahisagar news
🎬 Watch Now: Feature Video
મહીસાગર: ગુજરાત સરકાર દ્વારા કોરોના વાઇરસની મહામારીને અટકાવવા મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. કોરોના વાઇરસનું સંક્રમણ નાગરિકોના વધુ સંપર્કથી ફેલાય નહીં તે માટે ગુજરાત સરકાર દ્વારા 25 માર્ચ બુધવાર સુધી ST બસ સેવા બંધ રાખવનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ત્યારે જિલ્લામાં પ્રવેશ કરતી બસો અને મહીસાગર જિલ્લાના તમામ બસના 210 રૂટ બંધ કરવામાં આવતા સ્વયંભૂ લોકડાઉનના દ્રશ્યો બસ સ્ટેન્ડમાં જોવા મળ્યા હતા.